અમરેલી એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા મૂળ લીલીયાના મોટા કણકોટના વતની હરેશભાઈ હિંમતલાલ દવે ૫૮ વર્ષની વયમર્યાદા પૂર્ણ કરી નિવૃત્ત થતાં કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ડી.એ. મહેતા, ડેપો મેનેજર, યુનિયન આગેવાનો અને વર્કશોપ સ્ટાફ દ્વારા શાલ ઓઢાડી, ફુલહાર, શ્રીફળ તેમજ મોમેન્ટો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદાય સમારંભ બાદ તમામ કર્મચારીઓ અને સગાં-સંબંધીઓ માટે જમણવાર રાખવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા મિતુલભાઈ મહેતાએ જહેમત ઉઠાવી હતી અને અંતમાં હરેશભાઈએ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો.