અમરેલી શહેર ભાજપના ઉપપ્રમુખ અને સંગઠન માટે સતત સક્રિય દેવરાજ બાબરીયાનો આજે જન્મદિવસ છે. તેઓ શહેરના વિકાસ, જનસમસ્યાઓના નિરાકરણ અને સરકારી યોજનાઓને જનતા સુધી પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની કાર્યશૈલી કાર્યકરોમાં પ્રેરણારૂપ બની છે. આ પ્રસંગે શહેર ભાજપના પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમને ટેલિફોન અને રૂબરૂ મળીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તમામ હિતેચ્છુઓએ તેમને દીર્ઘાયુ બની વધુ ઉત્સાહ સાથે પક્ષ અને સમાજસેવામાં આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી.









































