અમરેલીમાં આવેલ પટેલ કન્યા છાત્રાલય ખાતે શુભેચ્છા સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. અમરેલીના કેરીયા રોડ પર આવેલ પટેલ કન્યા છાત્રાલય ખાતે ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની હાજરીમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્નેહમિલન તા.રરને બુધવારના રોજ સવારના ૯ઃ૩૦ કલાકથી ૧૦ઃ૩૦ કલાક સુધી યોજાશે. આ સ્નેહમિલનમાં ઉપસ્થત રહેવા માટે સર્વસમાજને પટેલ વિદ્યાર્થી આશ્રમના મંત્રી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.








































