અમરેલીમાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા રોડ સેફ્ટી બાઇક રેલી યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ પણ જોડાયા હતા. આર.ટી.ઓ. અધિકારી દ્વારા ઉપસ્થિત સૌને રોડ સેફ્ટીનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કલેક્ટરે બાઇક રેલીને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં GSRTC સ્ટાફ, ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ,TRB જવાનો તથા ડીલર્સ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી ફોરવર્ડ સર્કલથી શરૂ થઈ રાજકમલ ચોક, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેન્ડ, કોલેજ સર્કલ, લાઠી બાયપાસ સર્કલ થઈ પુનઃ ફોરવર્ડ સર્કલ પહોંચી હતી. આ ઉપરાંત ૨૪ સપ્ટેમ્બરે વિદ્યાર્થીઓ માટે ડિજિટલ રોડ સેફ્ટી સત્ર યોજાયું હતું. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને BISAG માધ્યમથી વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.





































