અમદાવાદમાં નવરાત્રી આયોજનને લઈને પોલીસ અધિકારીઓએ ગરબા આયોજકો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ગરબા આયોજનોમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. નવરાત્રી દરમિયાન પોલીસનું નાઈટ પેટ્રોલિંગ રહેશે અને મહિલાઓની સુરક્ષા માટે ખાસ શી ટીમ સક્રિય રહેશે.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં નવરાત્રી આયોજનને લઈને પોલીસ અધિકારીઓ અને ગરબા આયોજકો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગરબા આયોજનોમાં સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નવરાત્રી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવશે. ગરબા સ્થળો અને આસપાસના વિસ્તારોમાં પોલીસની નજર રહેશે. ગરબા રમવા આવતી મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે ખાસ શી ટીમ સક્રિય રહેશે. ગરબા સ્થળો પર મહિલાઓ સુરક્ષિત અને નિશ્ચિંત રીતે ગરબાનો આનંદ માણી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.