અમદાવાદમાં નવરાત્રિ પૂર્વે જ મહિલા સુરક્ષાના ચિથરેચિથરા ઉડ્યા!. ઘટના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ગત એક ઓક્ટોબરે મધરાતે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક ભયાનક મંજર સામે આવ્યો. રાત્રે આશરે દોઢ વાગ્યે એક ૩૩ વર્ષીય યુવતી જ્યારે તેની સહેલીને વ†ાલ ખાતે આવેલી નૈયા પેરેડાઈઝ સોસાયટીના ગેટ પાસે મૂકવા ગઈ, ત્યારે અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા ગુંડાઓએ તેને ઘેરી લીધી.
એકટીવા પર આવેલા સાગર નારાણીયા અને તેના અજાણ્યા સાગરીતે યુવતી પર જીવલેણ હુમલો કરી દીધો. ‘તમે અમારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કેમ કરી’? તેમ કહીને બેરહેમીથી ગડદાપાટુનો માર માર્યો અને લાકડાના દંડાના આડેધડ ઘા મોઢા, હોઠ, ડાબા હાથ અને પગ પર ઝીંકી દીધા. યુવતી લોહીલુહાણ હાલતમાં ચીસાચીસ કરવા લાગી. બૂમાબૂમ થતાં સોસાયટીના લોકો દોડી આવ્યા અને હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા. પીડિતાને તાત્કાલિક રબારી કોલોનીની કેશવ હોÂસ્પટલમાં ખસેડાઈ જ્યાં તેના હોઠ અને મોઢા પર ટાંકા લેવા પડ્યા…
હવે સવાલ એ થાય કે આ યુવતી પર મધરાતે આવો જીવલેણ હુમલો કેમ કરાયો? તો તેની પાછળ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કિશુ ચાવલાના અય્યાશ સંબંધો જવાબદાર છે. સીજી રોડ તેમજ વ†ાલ વેદ આર્કેડ મોલમાં ‘ઝ્રન્સ્ મોડેલિંગ એકેડેમી’ ચલાવતો કિશુ અને પીડિતા અગાઉ પાંચ વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં હતા. દોઢ વર્ષ પહેલા તેઓ અલગ થયા બાદ કિશુ અન્ય અનેક યુવતીઓ સાથે આડા સંબંધોમાં આવ્યો. જ્યારે આ એક્સ-ગર્લફ્રેન્ડે કિશુની અન્ય મહિલા મિત્રોને મળવાનો પ્રયાસ કર્યો ત્યારે કિશુએ ફોન પર ધમકી આપી બોલાચાલી કરી.
૨-૧૦-૨૦૨૬ ના રોજ આ બનાવ બનેલ હતો. ફરિયાદી અને આરોપી પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતાં અને ત્યારબાદ આશરે દોઢ વર્ષ અગાઉ અલગ થઈ ગયેલાં હતાં. અલગ થયા બાદ આરોપીએ ફરિયાદીની મિત્રો એવી અન્ય બે છોકરીઓ સાથે મિત્રતા કરેલી હતી. આ બાબતે આરોપીએ ફરિયાદીને ફોન કરી જણાવેલું કે તેમની સાથે મિત્રતા હોવાથી તે અન્ય બે છોકરીઓને તે મળવા ન જાય. પરંતુ ફરિયાદીએ જણાવ્યું કે, તે છોકરીઓ તેની મિત્રો છે, તેથી તે મળવા જશે. આથી આરોપીએ ફોન પર ઝઘડો કરેલો. તેની અદાવત રાખી બોલાચાલીનો ઝઘડો થયો અને આ બનાવ બન્યો.આ બનાવમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
કિશુના પાપના ઘડાથી ત્રસ્ત થઈને આ એક્સ-ગર્લફ્રેન્ડ સહિત ત્રણ-ત્રણ પીડિત યુવતીઓ એક થઈ અને રામોલ પોલીસ સ્ટેશન પહોંચી કિશુ ચાવલા, સાગર નારાણીયા અને તુષાર નંદગીરી વિરુદ્ધ અરજી આપી દીધી. બસ, આ જ પોલીસ અરજીની અદાવત રાખીને કિશુ ચાવલાએ તેના સાગરીતો મોકલી મધરાતે આ ખૂની ખેલ ખેલાવ્યો.હોÂસ્પટલના ખાટલા પરથી પીડિતાએ મોટો વિસ્ફોટ કરતા જણાવ્યું છે કે ઈન્સ્ટાગ્રામ પર એક લાખથી વધુ ફોલોઅર્સ અને બાયોમાં ‘જય શ્રી રામ’ લખીને ફરતો કિશુ ચાવલા અસલમાં મોડેલિંગ એકેડેમીના નામે યુવતીઓને ફસાવવાનું બહુ મોટું સેક્સ અને બ્લેકમેલિંગ રેકેટ ચલાવે છે.
મોડેલિંગમાં કરિયર બનાવવા આવતી ભોળી દીકરીઓને જાળમાં ફસાવી તેમની આપત્તિજનક ગુપ્ત કલીપ ઉતારી લેવામાં આવતી હતી ત્યારબાદ આ અશ્લીલ વીડિયો ક્લપના નામે કિશુ યુવતીઓને બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવતો હતો. પીડિતાનો આક્ષેપ છે કે તાજેતરમાં જ એક લાચાર યુવતી પાસેથી આ જ રીતે પાંચ લાખ રૂપિયા પડાવીને તેણે મોંઘીદાટ જેગુઆર કાર ખરીદી છે, જ્યારે વડોદરાની એક યુવતી પાસેથી સોનાની જાડી ચેઈન પડાવી લીધી છે. અન્ય છોકરીઓ બદનામીના ડરે આગળ નથી આવી શકતી…
હાલ રામોલ પોલીસ સ્ટેશનના આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને આરોપીને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે, ગુજરાતના જે ગરબા અને નવરાત્રિની સુરક્ષાના વખાણ આખી દુનિયામાં થાય છે, જ્યાં દીકરીઓ મધરાતે પણ સુરક્ષિત ઘરે ફરે છે, તે જ નવરાત્રિના આગમનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને બરાબર એ જ ટાણે, અમદાવાદના પૂર્વ વિસ્તારના જાહેર રસ્તા પર મહિલા સુરક્ષાના ચિથરેચિથરા ઉડી ગયા છે… હવે આરોપી ક્્યારે પકડાય છે અને આરોપીઓને કેવી કડક સજા થાય છે તેની પર સૌની નજર છે.