સુરત ખાતે સરસીયા ગામની સાસરે વસેલી દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન આન-બાન અને શાનથી યોજાયું હતું. આ પ્રસંગે સરસીયા શ્યામ ધામના મહંત શ્યામ બાપુએ હાજરી આપી તમામ દીકરીઓને સ્મૃતિ ચિન્હ અને આશીર્વાદ અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં જીતુભાઈ શેલડીયા, અમિતભાઈ બાબરીયા અને અરુણભાઈ મૂછાળા જેવા અગ્રણીઓએ પ્રેરણાદાયી વક્તવ્ય આપી દીકરીઓને સાડી ભેટ આપી હતી. પટેલ સમાજ તરફથી આર્થિક પ્રોત્સાહન આપી મહેશભાઈ નાકરાણીએ સન્માન સ્વીકાર્યું હતું.આશરે ૪૦૦ દીકરીઓએ કુમકુમ તિલકથી આવકાર મેળવી જૂની યાદો તાજી કરી હતી. મહિલાઓ દ્વારા જાતે કરાયેલા આ સફળ આયોજને સમાજમાં આત્મનિર્ભરતા, સંસ્કાર અને નારીશક્તિનો સુંદર સંદેશ પાઠવ્યો હતો.







































