સાવરકુંડલા શહેરમાં માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન દ્વારા દિવાળી નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને મીઠાઇ અને રાશન કિટનું વિતરણ કરાયું હતું. તહેવાર ટાણે મીઠાઇ અને રાશન કિટ મળતા લોકોના ચહેરા પર ખુશી જાવા મળી હતી. અંદાજે રપ૦૦ પરિવારોને સાવરકુંડલાના સેવાભાવી લોહાણા અગ્રણી અષ્કાંતભાઇ સૂચકની સીધી દેખરેખ હેઠળ માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. શહેરના ૮૬ જેટલા પરિવારોને જીવન જરૂરિયાતની વસ્તુઓની કિટ પણ ફાઉન્ડેશન દ્વારા નિયમિત આપવામાં આવી રહી છે.