સાવરકુંડલા શહેરમાં આવેલી વોર્ડ નં. ૯ સાધના સોસાયટી, બ્રાંચ શાળા નં. ૯ જે પી.એમ.શ્રી યોજના હેઠળ ચાલે છે તે શાળાની અંદર આચાર્ય ન હોવાથી સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટો તેમજ સ્કૂલના કોઈ પણ કામકાજ માટે વાલીઓએ ફરજીયાત પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના ધક્કા ખાવા પડે છે. સ્કૂલનાં વિકાસ તેમજ વિદ્યાર્થી માટેની કોઈ યોજનાની સહાય મેળવવા તેમજ અન્ય એક્ટિવિટી માટેની ગ્રાન્ટોનો ઉપયોગ આચાર્ય ન હોવાના કારણે થઇ શકતો નથી તે સ્થળ તપાસ કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અમરેલીને એનએસયુઆઈના પ્રમુખ સાહિલ શેખે પત્ર પાઠવ્યો હતો. ઉપરાંત જો કોઈ પગલાં નહીં લેવામાં આવે તો વિવિધ પ્રકારના પ્રોગ્રામ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.








































