વરકુંડલામાં વી ડી. કાણકિયા આર્ટસ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજમાં ‘વુમન સેલ’ દ્વારા બુધવારે બહેનોના સ્વાસ્થ્ય સંબંધીPCOD/PCOS અંગેની જાણકારી માટે સેમિનાર યોજાયો હતો. ડાયેટિશિયન અને મહિલાઓના મેન્ટલ હેલ્થ કોચ તરીકે સેવા આપતા હેત્વીબેન ગઢિયાએ મહિલાઓના સ્વાસ્થ્ય અંગેની સમસ્યા, તેનું નિદાન અને ઈલાજ તથા ઉપાયો વગેરેની વિસ્તૃત ચર્ચા કરી અને જાણકારી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને માર્ગદર્શન કોલેજના આચાર્ય ડા. એસ. સી. રવિયાએ કર્યું. આ કાર્યક્રમનું આયોજન કોલેજના ‘વુમન સેલ’ દ્વારા કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોફે. રીંકુબેન ચૌધરી અને ડા. પુષ્પાબેન રાણીપા તથા અન્ય મહિલા ફેકલ્ટી દ્વારા કોલેજ ખાતે ‘વુમન સેલ’ અંતર્ગત બહેનોના ઉત્કર્ષ માટે વર્ષ દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.







































