બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની ગતિને વેગ આપતા ઇસાપરથી આંબલીઘાર રિસર્ફેસિંગ માર્ગનું રૂ. ૨.૭૦ કરોડના ખર્ચે નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું હતું કે, આ રોડનું કામ પૂર્ણ થતાં લોકો માટે મુસાફરી વધુ ઝડપી, સુરક્ષિત અને આરામદાયક બનશે. આ માર્ગ ખેતી અને અન્ય વ્યવસાયોને બજાર સાથે વધુ સક્ષમ રીતે જોડશે, જેનાથી ગ્રામ્ય આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.







































