સાવરકુંડલાના ગાધડકા ગામે પત્ની સાથે ઘરકંકાસમાં પતિએ ઝેરી દવા પીતા ચકચાર મચી ગઈ હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, બુધેશભાઇ ઉર્ફે હિતેશભાઇ વાલજીભાઇ સોલંકીને તેની પત્ની સાથે ઘરકંકાસ ચાલતો હતો. જે ઘરકંકાસથી કંટાળી જઇ પોતાની જાતે કોઇ ઝેરી દવા પી લીધી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ વી ચુડાસમા વધુ તપાસ કરી રહ્યા છે.









































