અમરેલી નજીક આવેલ વડેરા ગામે અક્ષય તૃતીયાના પવિત્ર અવસરે સમસ્ત ગ્રામજનોના સહયોગથી શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રથમ દિવસે ગામમાં વાજતે-ગાજતે પોથીયાત્રા નીકળી હતી, જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર વચ્ચે, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ આ ધાર્મિક પ્રસંગે જનસંપર્ક માટે જોડાયા હતા.





































