રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજના દ્ગજીજી યુનિટ-૧ અને ૨નો વન-ડે ટ્રેકિંગ કેમ્પ તુલસીશ્યામ ખાતે યોજાયો હતો. વિદ્યાર્થીનીઓએ ખોડીયાર ડેમ અને આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી હતી. અંદાજે ૭૦ વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ જોડાયા હતા. પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવળના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ રહ્યો.પ્રકૃતિ અને વન્યજીવનની જાળવણી અંગે પ્રતિજ્ઞા પણ લેવાઈ હતી.