રાજુલા નજીક આવેલી જીસીડબલ્યુ અલ્ટ્રાટેક સિમેન્ટ ફેક્ટરીના મુખ્ય ગેટ સામે ૩ ઓગસ્ટે કર્મચારીઓ દ્વારા સાંકેતિક હડતાલ યોજવામાં આવી હતી. હડતાલમાં વેજબોર્ડ તેમજ કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાની વિવિધ માંગણીઓ સરકાર અને કંપની સમક્ષ રજૂ કરી હતી. કર્મચારીઓએ પગાર વધારાની સાથે પેન્શનમાં વધારો, ગ્રેચ્યુટીના લાભમાં સુધારો તેમજ નિવૃત્તિની વયમર્યાદામાં વધારો કરવાની માંગ કરી હતી. આ દરમિયાન યુનિયન પ્રમુખ દુલાભાઈ લાખણોત્રા, જનરલ સેક્રેટરી બાબુભાઈ સહિત મયુરભાઈ, દીપકભાઈ વાજા, ઝીણાભાઈ લાખણોત્રા, બીજલભાઈ લાખણોત્રા, શિવાભાઈ વાઘ, સુરેશભાઈ અગ્રાવત, ભુપતભાઈ લાખણોત્રા, જબરાભાઈ વાઘ, ભરતભાઈ લાખણોત્રા, હાદાભાઈ વાઘ, તેજસભાઈ જાની અને સુરેશભાઈ ગોહીલ સહિત અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુનિયનના આગેવાનોએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.








































