ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ, ગાયત્રી પરિવાર અને સુદર્શન નેત્રાલયના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ટી.જે.બી. ગર્લ્સ હાઇસ્કૂલ અને એચ.બી. સંઘવી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ માટે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. વધતા ડિજિટલ સ્ક્રીન ટાઈમને કારણે આંખની તકલીફો નિવારવા આ પહેલ કરાઈ હતી. આચાર્ય સીમાબેન પંડ્‌યા અને રીટાબેન રાવળના માર્ગદર્શન હેઠળ નિષ્ણાત તબીબોએ વિદ્યાર્થીનીઓની તપાસ કરી જરૂરી સારવાર અને ચશ્માનું માર્ગદર્શન આપ્યું હતું. સામાજિક સંસ્થાઓના આ આરોગ્યલક્ષી અભિગમને સ્થાનિકોએ બિરદાવ્યો હતો.