રાજુલાના ચાંચ ગામે સામસામે જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પ્રથમ પક્ષના સંજયભાઈ ભાનુભાઈ ધુંધળવાએ ગોપાલભાઈ ચકુરભાઈ ચૌહાણ, મોહિત મેર, જીગરભાઈ વિષ્ણુભાઈ ચૌહાણ તથા અર્જુનભાઈ સોમાતભાઈ શિયાળ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને આરોપીઓ સાથે અગાઉ થયેલી માથાકૂટનો કેસ રાજુલાની નામદાર કોર્ટમાં ચાલુ હતો. જે વાતનું મનદુઃખ રાખી આરોપીઓએ તેમને શીતળા માતાના મંદિર પાછળ ચોપાટીએ ઢીકાપાટુનો માર મારી છરી વડે ઈજા પહોંચાડી હતી. તેમજ વાળ પકડીને પાછળથી પણ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેની સામે બીજા પક્ષના જીગરભાઈ ઉર્ફે બંટી વિષ્ણુભાઈ ચૌહાણએ ભાનુભાઈ નારણભાઈ ધુંધળવા, શૈલેષભાઈ ભાનુભાઈ ધુંધળવા, ભાવિનભાઈ ભાનુભાઈ ધુંધળવા તથા અન્ય ત્રણ અજાણ્યા વ્યક્તિઓ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, અગાઉ સંજયભાઈ ભાનુભાઈ ધુંધળવા સાથે થયેલી મારામારીની બાબતનું મનદુઃખ રાખી, જ્યારે તેઓ (જીગરભાઈ) અને તેમના મિત્ર ગોપાલભાઈ ચાંચ ગામની ચોપાટીએ બેઠા હતા, ત્યારે આરોપીઓએ એકસંપ થઈ ફોર-વ્હીલ ગાડીમાં આવી તલવાર, છરી, લોખંડના પાઈપ અને લાકડી જેવા ધારદાર તથા બોથડ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમને વાંસાના ભાગે ચાર ટાંકા આવે તેવી ઈજા થઈ હતી. તેમજ ગાળો આપી, મૂઢ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.










































