રાજુલાના ખેરા ગામે એક યુવકે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગોપાલભાઈ દાહાભાઈ ગુજરીયા (ઉ.વ.૧૮)એ મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યા મુજબ, મહેશભાઇ જેરામભાઇ ગુજરીયા (ઉ.વ.૨૭)એ દુપટ્ટા વડે ગળાફાંસો ખાતાં તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે હેડ કોન્સ્ટેબલ પી.વી. પંડ્યા વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































