જ્યારે ખેડૂત મજબૂત બને છે, ત્યારે અર્થતંત્ર પણ મજબૂત બને છે ના સંદેશ સાથે રાજુલા તાલુકાના કોટડી ગામે ખેતીવાડી અંગેના વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી બાગાયત ખાતાના અધિકારીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂત મનુભાઈ ઘાખડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી, સુધારેલા બીજનો ઉપયોગ, જમીન પરીક્ષણ, ટપક સિંચાઈ અને જૈવિક ખાતરના યોગ્ય વપરાશ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે આધુનિક પદ્ધતિઓ અપનાવવાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. કાર્યક્રમ દરમિયાન ઓરિએન્ટ ફાર્મ અને હાર્દિક વસોયા દ્વારા ખેડૂતો માટે જમીન ચકાસણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અંતમાં પ્રશ્નોત્તરી સત્ર દ્વારા ખેડૂતોએ પોતાની મુંઝવણો દૂર કરી ખેતીમાં નવી દિશા અપનાવવાનો સંકલ્પ કર્યો






































