મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામે આવેલા અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવર પ્લાન્ટમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. આ પ્લાન્ટમાં પાંચ યુવકો ડૂબી જવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને ૧૭ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, યુવકોનો કોઈ પત્તો લાગ્યો નથી.

ઘટનાની જાણ થતાં જ જિલ્લા તંત્ર અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.ગાંધીનગરથીદ્ગડ્ઢઇહ્લની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને યુવકોની શોધખોળમાં જાડાઈ છે. અધિકારીઓ અને રેસ્ક્્યુ ટીમ અલગ-અલગ અદ્યતન ઉપકરણોની મદદથી યુવકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ભરાયેલા પાણીને ખાલી કરવા માટે પંપોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે જેથી યુવકોની શોધખોળમાં સરળતા રહે. જોકે, પાણીનું પ્રમાણ વધુ હોવાને કારણે આ કામગીરીમાં સમય લાગી રહ્યો છે.