બાબરાના નડાળા ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટમાં ૧૩૫ સોલાર પ્લેટોની હથિયાર વડે તોડફોડ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.આ અંગે ઈંગોરાળા ગામે રહેતા ભાવેશભાઇ ગોબરભાઇ દાફડા (ઉ.વ. ૩૫)એ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, નડાળા ગામની ‘ડોળા’ તરીકે ઓળખાતી સીમમાં ક્લીન મેક્સ કંપનીનો સોલાર પ્લાન્ટ આવેલો છે. જેમાં કોઈ અજાણ્યા ઈસમોએ ગેરકાયદે પ્રવેશ કરી પ્લાન્ટમાં લગાવેલી કુલ ૧૩૫ સોલાર પ્લેટોને કોઈ હથિયાર વડે તોડી નાખી અંદાજે રૂ. ૧૪,૩૪,૬૪૫નું નુકસાન કર્યું હતું.બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર. વી. સિંધવ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.