બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લિ. દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. મંડળીની બગસરા શાખાના બે સભાસદો, કુંદનબેન કાંતિલાલ ત્રિવેદી અને અબ્બાસભાઈ મહમદહુસેન હિરાણીના આકસ્મિક અવસાન બાદ, તેમના વારસદારોને આર્થિક ટેકો પૂરો પાડવામાં આવ્યો હતો. ‘બાજપાઈ સહાય નિધિ’ યોજના અંતર્ગત બંને પરિવારોને રૂપિયા ૨૫,૦૦૦ ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મંડળીના જનરલ એમ.ડી. નિતેશભાઇ ડોડીઆ, શાખા એમ.ડી. મહેશભાઈ વ્યાસ, જનરલ સેક્રેટરી ડી.જી. મહેતા અને શાખા સેક્રેટરી હેમેન્દ્રકુમાર કટેસિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.