બગસરા ખાતે તાજેતરમાં સ્થાનિક કલા અને કૌશલ્યને પ્રોત્સાહન આપવાના હેતુથી એક ભવ્ય સ્વદેશી મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનું ઉદ્દઘાટન ધારી વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, મામલતદાર પી.એ.ભીંડી, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામ સાદરાણી, રાજુભાઈ ગીડા સહિતના અનેક અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં કુલ ૩૦ જેટલા વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં સ્વદેશી ચીજવસ્તુઓનું આકર્ષક પ્રદર્શન યોજાયું હતું.
આ કાર્યક્રમ દરમિયાન બગસરાના પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને હિતધારકો દ્વારા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન અને તેની સફળતા અંગેની વિસ્તૃત માહિતી પાલિકા પ્રમુખ પ્રતિનિધી એ.વી.રીબડીયાએ આપી હતી.









































