રાજુલા ભેરાઈ રોડ પર અકસ્માતમાં એક પુરુષનું મોત થયું હતું. અકસ્માત બાદ રીક્ષા ચાલક સ્થળ પર વાહન છોડી ફરાર થઈ ગયો હતો. તળાજાના દેવલી ગામે રહેતા હરેશભાઇ ત્રિકમભાઇ પરમાર (ઉં.વ.૩૦) એ રીક્ષા ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તા.૦૧/૦૩/૨૦૨૬ ના રોજ બપોરના ચારેક વાગ્યે ફરીયાદીના પિતા મોટર સાયકલ રાજુલાથી લઇને પોતાના ઘરે જતા હતા. તે દરમ્યાન ઓટો રીક્ષા ચાલકે રાજુલા-ભેરાઇ રોડ ઉપર આવેલ અવધ ટાયર્સની ઓફીસથી પહેલા ગોળાઇ પાસે પહોંચતા કાબુ ગુમાવ્યો હતો. જેમાં તેના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા કરી, મોત નિપજાવી પોતાનું વાહન સ્થળ પર મુકી નાસી ગયો હતો. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી વી ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.