જેસીઝગ્રુપ બગસરા સંચાલિત શા. માણેકચંદ મુલચંદ સા. ટ્રસ્ટ આંખની હોસ્પિટલ ખાતે આગામી તારીખ ૮-૫-૨૬, શુક્રવારના રોજ એક વિશેષ નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સહયોગથી આ ૬૪૨મો કેમ્પ સંપન્ન થશે, જેમાં મોતિયાના દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણી બેસાડી આપવામાં આવશે. ઓપરેશન માટે જતા તમામ દર્દીઓ માટે જમવાની સુંદર વ્યવસ્થા મુંબઈ સ્થિત કાયમી દાતા સુરેશભાઈ રાયઠઠ્ઠા પરિવાર દ્વારા કરવામાં આવી છે. પ્રમુખ પ્રકાશભાઇ રાણીગાની યાદી મુજબ, કેમ્પનો લાભ લેવા ઈચ્છતા તમામ દર્દીઓએ આધારકાર્ડની નકલ સાથે રાખી શુક્રવારે સવારે ૯ કલાકે હોસ્પિટલ ખાતે ખાસ હાજર રહેવું.










































