અમરેલી જિલ્લા બાર એસોસિએશન દ્વારા બદલી પામેલા જજ સાહેબો માટે એક ભવ્ય અને લાગણીસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલીના સેશન્સ જજ ડી. એસ. શ્રીવાસ્તવની પાલનપુર ખાતે બદલી થતાં અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે. બી. પરમારની અરવલ્લી ખાતે બદલી થતાં બાર એસોસિએશનના તમામ હોદ્દેદારો અને વકીલ મિત્રો દ્વારા તેમને સ્નેહપૂર્ણ વિદાય આપવામાં આવી હતી. ઉપસ્થિત તમામ વકીલોએ બંને ન્યાયાધીશોની ન્યાયિક ક્ષેત્રે આપેલી પ્રશંસનીય કામગીરી અને તેમના મિલનસાર સ્વભાવને બિરદાવ્યા હતા. બાર એસોસિએશન દ્વારા બંને ન્યાયમૂર્તિઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય અને સુખદ કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.