ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિર ખાતે સંત રવિદાસ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નિવૃત્ત ફોજી મનોજભાઈ સોંદરવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત રામ મંદિરના મહંત તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા અર્જુન સ્કૂલના પ્રિન્સિપાલ સુધીરભાઈ બધિયાણીએ સંત રવિદાસજીના જીવન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.






































