ધારી તાલુકાના દુધાળા ગામે ગીર એન્ડ જોય રિસોર્ટ પાછળ વહેતી નદીમાં એક અજાણી વ્યક્તિને મગર પાણીમાં ખેંચી ગયો હોવાની ઘટના સામે આવી હતી.અમરેલી ફાયર ઈમરજન્સી સર્વિસની ટીમ ઇનચાર્જ ફાયર ઓફિસર એચ.પી. સરતેજાની આગેવાનીમાં માત્ર ૨૦ મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે ભારે જહેમત બાદ નદીમાંથી મૃતદેહ બહાર કાઢી સ્થાનિક પોલીસને સુપરત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ કરમદડી ગામના અંદાજિત ૪૫ વર્ષીય ચનાભાઈ છગનભાઈ મલણિયા તરીકે થઈ છે.આ શોધખોળ કામગીરીમાં પ્રવીણભાઈ ચૌહાણ, સવજીભાઈ ડાભી, સાગરભાઇ પુરોહિત અને જગદીશભાઈ ભુરીયાએ મહ¥વની ભૂમિકા ભજવી હતી.