ધારી તાલુકાના દલખાણિયા ગામ ખાતે દલખાણિયા પગાર કેન્દ્ર શાળામાં ગુજરાત નેચરલ ર્ફામિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ સંલગ્ન કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ અમરેલી દ્વારા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દલખાણિયા અને આસપાસના ગામોના ૧૫૦થી વધુ ખેડૂતો ઉત્સાહ સાથે હાજર રહ્યા હતા. કુલપતિ ડા. સી. કે. ટિંબડિયાએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ, જીવામૃત, બીજામૃત, મિશ્ર પાક પદ્ધતિ તેમજ દેશી ગાય આધારિત ખેતી વિશે માર્ગદર્શન આપ્યું હતું. પ્રિન્સિપાલ ડા. એસ.પી. દેશમુખે વૈજ્ઞાનિક માહિતી આપી હતી જ્યારે પ્રવીણભાઈ આસોદરિયાએ
પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના માર્કેટિંગ અંગે સમજણ આપી હતી. કાર્યક્રમમાં અનેક આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.






































