દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજુલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્કેટ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિ દ્વારા ૨ નવેમ્બરના રોજ જાહેર સૂચના પ્રસિધ્ધ કરીને જણાવવામાં આવ્યું હતું કે, તા. ૬ થી ૧૩ નવેમ્બર ૨૦૨૬ સુધી યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે. ત્યારબાદ તા. ૧૪ નવેમ્બર, શનિવારના રોજ લાભપાંચમના પવિત્ર દિવસથી હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. રાજુલા અને આસપાસના વિસ્તારના ખેડૂતો તેમજ વેપારીઓને આ જાહેર સૂચનાની નોંધ લઈ પોતાનું આયોજન કરવા બજાર સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.






































