દામનગરના સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુલ પરિસરમાં અમરેલીની આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ‘વર્ક ફોર હર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વમાં ફિટનેસ
જાગૃતિ લાવવાનો હતો.ગુરુકુલના પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. “હાલો રે હાલો કોઈ નો જીવ બચવા હાલો” અને “ચાલો ચલાવો કોઈ ની જિંદગી બચાવો” જેવા સૂત્રોચ્ચાર સાથે માર્ચ યોજાઈ હતી.










































