લાઠી તાલુકા પંચાયતની ચાંવડ સીટ પર જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્રી અને જીતુભાઈ ડેરના પુત્રવધૂ સોનલબેન મોનીલભાઈ ડેરે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિધિવત રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે. લાઠી મામલતદાર કચેરી ખાતે સાંસદ ભરતભાઈ સુતરિયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના આગેવાનો અને ઉત્સાહી કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.