સરકારી વિનયન અને વાણિજ્ય કાલેજ, જાફરાબાદમાં પ્રિન્સીપાલ ડા. વિરલકુમાર શીલુના માર્ગદર્શન હેઠળ તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સપ્તધારા પ્રકલ્પ અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ૩૭ વિદ્યાર્થીઓ જોડાયા હતા. સર્જનાત્મકધારા અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધામાં ૧૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતાઓને નિર્ણાયકો સતિષ મેઘાણી અને હાર્દિક જોશીએ માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.








































