દાનમહારાજની પાવન ભૂમિ ચલાલા ખાતે મોગલમા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા તુલસી વિવાહના પવિત્ર પ્રસંગે ૨૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ૫૦મા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે દાતાશ્રીઓના સહયોગથી દીકરીઓને કરિયાવરમાં ૧૧૧ જેટલી વસ્તુઓ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સમાજમાં લગ્નના બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થાય અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક રાહત મળે તે હેતુથી આ આયોજન કરાયું છે. સમૂહ લગ્નમાં જોડાવા ઇચ્છુક પરિવારો માટે ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ છે. વરરાજાની ઉંમર ૨૧ અને કન્યાની ૧૮ વર્ષ પૂર્ણ હોવી જરૂરી છે. વધુ માહિતી માટે રાજુદાદા જાનીનો ૯૪૦૮૨ ૭૮૮૫૩ અથવા ૯૮૭૯૪ ૬૩૪૪૩ પર સંપર્ક કરવા ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.







































