અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. નેટવર્થની દ્રષ્ટિએ, તેમણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં નંબર વન સ્થાન પ્રાપ્ત કર્યું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના તાજેતરના ડેટા અનુસાર, ગૌતમ અદાણી હવે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. તેમણે આ સિદ્ધિ હાંસલ કરવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણીની કુલ સંપત્તિ હાલમાં ૯૨.૬ બિલિયન છે, જ્યારે મુકેશ અંબાણી ઇં૯૦.૮ બિલિયન સાથે બીજા સ્થાને સરકી ગયા છે.
ભારતીય શેરબજારમાં થોડો ઘટાડો જાવા મળ્યો હતો, જ્યારે સેન્સેક્સ ૧૨૩ પોઈન્ટ નીચે બંધ થયો હતો, ત્યારે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું. આ વધારાથી અદાણીની કુલ સંપત્તિમાં એક જ દિવસમાં ૩.૫૬ બિલિયનનો વધારો થયો હતો. દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ફ્લેટ બંધ થયા હતા, જેના પરિણામે મુકેશ અંબાણીની સંપત્તિમાં માત્ર ૭૬.૭ મિલિયનનો વધારો થયો હતો.
વૈશ્વિક યાદીની વાત કરીએ તો, ગૌતમ અદાણી હવે વિશ્વના ૧૯મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. આ વર્ષે તેમની સંપત્તિમાં ૮.૧૦ બિલિયનનો આશ્ચર્યજનક વધારો થયો છે. તેનાથી વિપરીત, આ વર્ષ મુકેશ અંબાણી માટે પડકારજનક રહ્યું છે, તેમની કુલ સંપત્તિમાં ૧૬.૯ બિલિયનનો ઘટાડો થયો છે. અંબાણી હવે વૈશ્વિક ધનિકોની યાદીમાં ૨૦મા ક્રમે છે.
આ ઉદ્યોગપતિઓએ પણ પોતાની સંપત્તિ ગુમાવી દીધી. આશ્ચર્યજનક રીતે, આ વર્ષે વિશ્વના ટોચના ૨૦ ધનિકોમાંથી સાતની સંપત્તિમાં ઘટાડો થયો છે. ફ્રેન્ચ ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટને સૌથી મોટું નુકસાન થયું, તેમણે ઇં૪૪ બિલિયન ગુમાવ્યા. તેમના ઉપરાંત, વોરેન બફેટ, બિલ ગેટ્‌સ અને લેરી એલિસન જેવા દિગ્ગજાની કુલ સંપત્તિમાં પણ ૨૦૨૬માં ઘટાડો થયો.
વિશ્વના ટોચના ૨૦ સૌથી ધનિક લોકોની યાદી
૧. એલોન મસ્ક ૬૫૬ બિલિયન + ૩૬.૭ બિલિયન યુએસ ટેકનોલોજી,૨. લેરી પેજ ૨૮૬ બિલિયન ૧૭.૨ બિલિયન યુએસ ટેકનોલોજી,૩. જેફ બેઝોસ ૨૬૯ બિલિયન ૧૬.૧ બિલિયન યુએસ ટેકનોલોજી,૪. સેર્ગેઈ બ્રિન ૨૬૬ બિલિયન +૧૫.૯ બિલિયન યુએસ ટેકનોલોજી,૫. માર્ક ઝુકરબર્ગ ૨૩૯ બિલિયન +૬.૦૮ બિલિયન યુએસ ટેકનોલોજી,૬. લેરી એલિસન ૨૩૦ બિલિયન -૧૭.૬ બિલિયન યુએસ ટેકનોલોજી,૭. માઈકલ ડેલ ૧૭૦ બિલિયન +૨૯.૯ બિલિયન યુએસ ટેકનોલોજી,૮. જેન્સન હુઆંગ ૧૬૪ બિલિયન +૯.૬૨ બિલિયન યુએસ ટેકનોલોજી,૯. બર્નાર્ડ આર્નોલ્ટ ૧૬૪ અબજ – ૪૪.૦ અબજ ફ્રાન્સ ગ્રાહક,૧૦. જીમ વોલ્ટન ૧૫૦ અબજ + ૧૩.૭ અબજ યુએસ રિટેલ,૧૧. સ્ટીવ બાલ્મર ૧૪૮ અબજ – ૨૦.૩ અબજ યુએસ ટેકનોલોજી,૧૨ રોબ વોલ્ટન ૧૪૭ અબજ + ૧૩.૪ અબજ યુએસ રિટેલ,૧૩ એલિસ વોલ્ટન ૧૪૬ અબજ + ૧૩.૨ અબજ યુએસ રિટેલ,૧૪ વોરેન બફેટ ૧૪૨ અબજ -૯.૬૦ અબજ યુએસ ડાયવર્સિફાઇડ,૧૫ કાર્લોસ સ્લમ ૧૩૦ અબજ +૧૯.૧ અબજ મેક્સકો ડાયવર્સિફાઇડ,૧૬ અમાનસિઓ ઓર્ટેગા ૧૩૦ અબજ -૫.૮૦ અબજ સ્પેન રિટેલ,૧૭ બિલ ગેટ્‌સ ૧૦૪ અબજ -૧૨.૯ અબજ યુએસ ટેકનોલોજી,૧૮ થોમસ પીટરફી ૯૩.૮ અબજ + ૧૬.૭ અબજ યુએસ ફાઇનાન્સ,૧૯ ગૌતમ અદાણી ૯૨.૬ અબજ + ૮.૧૦ અબજ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રયલ,૨૦ મુકેશ અંબાણી ૯૦.૮ અબજ – ૧૬.૯ અબજ ઇન્ડિયા એનર્જી