કોડીનાર ખાતે ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના સહયોગથી આયોજીત ગ્રામ હાટના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શુભારંભ કરાયો હતો. આ પહેલથી ગ્રામ્ય વિસ્તારની બહેનોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય બજાર મળશે. ભાજપ સરકારનો હેતુ માત્ર માળખાકીય સુવિધા ઉભી કરવાનો નહીં, પરંતુ રોજગારી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે. સ્વસહાય જૂથોની બહેનો પોતાની મહેનત અને આવડતથી પરિવારની આર્થિક પ્રગતિમાં યોગદાન આપી શકશે.






































