ગીર સોમનાથ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડે કોડીનારના લાલકવાડી વિસ્તારમાં દરોડો પાડી ૫૪૪ બોટલ વિદેશી દારૂ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧,૦૦,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ કાર્યવાહી દરમિયાન ભીખાભાઈ ઉર્ફે ડેલીવાળો નથુભાઈ ચુડાસમાને ઝડપી પાડ્‌યો હતો, જ્યારે અન્ય આરોપી દિલીપભાઈ જીણાભાઈ કામળીયા ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી.ની ટીમે જપ્ત કરેલા મુદ્દામાલમાં રૂ. ૯૬,૫૦૦ નો વિદેશી દારૂ અને રૂ. ૪,૦૦૦નો મોબાઇલ ફોન સામેલ છે.