અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે બી.કોમ. અને બી.બી.એ. સેમેસ્ટર ૫ના વિદ્યાર્થીઓના કૌશલ્યવર્ધન માટે ‘ફિનિશિંગ સ્કૂલ’ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. સરકાર પ્રાયોજિત અને કે.સી.જી. દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં ‘લાઇફ સ્કિલ્સ’ (જીવન કૌશલ્યો) પર તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયા અને ફિનિશિંગ સ્કૂલના કો-ઓર્ડિનેટર ડો. એ.બી. ગોરવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે ડો. મિલીબેન જેઠવાણી માર્ગદર્શક તરીકે જોડાયા છે. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું, જ્યારે ડો. એ.બી. ગોરવાડીયાએ કોર્સની મહત્તા વિશે જાણકારી આપી હતી.આ પાંચ દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં કુલ ૪૫ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ તાલીમ સત્રના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રીઓ મનસુખભાઈ ધાનાણી અને ચતુરભાઈ ખૂંટ, નિયામક ડો. જી.સી. ભીમાણી અને કોલેજ પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.









































