વર્ષ ૨૦૨૬ના પ્રથમ સૂર્યકિરણને ગુજરાતના નાગરિકોએ સૂર્યનમસ્કાર અને ધ્યાનથી ભાવપૂર્ણ વધાવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી એક લાખથી વધુ નાગરિકો જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલસિંહ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પણ સૂર્યનમસ્કાર કર્યા હતા. અમરેલીમાંથી ૩,૪૮૯ નોંધણી થઈ હતી.









































