ઉના-સોમનાથ હાઈવે પર કેસરિયા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ડોળાસા ગામના ધવનિકપુરી સુરેશપુરી ગૌસ્વામી (ઉં.૨૫) અને તેમના માતા હેમલતાબેન સુરેશપુરી ગૌસ્વામી (ઉં.૫૭) એક્ટિવા પર ઉનાથી ડોળાસા જઈ રહ્યા હતા. દરમિયાન કેસરિયા બ્રિજ પર પાછળથી આવેલી અજાણી કારે તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના પગલે માતા-પુત્ર બંને રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં ધવનિકપુરીને ગંભીર ઈજા થઈ હતી, જ્યારે હેમલતાબેનને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક વાહન રોક્યા વગર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના બનતાં હાઈવે પર લોકો એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક મદદ કરી સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્‌યા હતા. બનાવને પગલે પોલીસે અજાણી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.