અમેરિકામાં ભારતીય મૂળના ટેલિકોમ કંપનીના સીઈઓ બંકિમ બ્રહ્મભટ્ટ પર ૫૦૦ મિલિયન ડોલર (અંદાજે ૪૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ)ના મોટા નાણાકીય કૌભાંડનો આરોપ લાગ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ બ્રહ્મભટ્ટે નકલી ગ્રાહક ખાતાઓ અને રાજસ્વના દસ્તાવેજ તૈયાર કરીને અમેરિકી બેંકો પાસેથી ભારે કરજ મેળવ્યું. બ્રહ્મભટ્ટ બ્રોડબેન્ડ ટેલિકોમ અને બ્રિઝવોઈસ નામની કંપનીઓના માલિક છે. રિપોર્ટ મુજબ તેમણે અનેક રોકાણકારોને એ ખાતરી અપાવી કે તેમના વ્યવસાયોની આવક અને ગ્રાહક આધાર ખુબ મજબૂત છે જ્યારે વાસ્તવમાં તે અનેક બિનહાજર ગ્રાહકો અને ફેક લેવડદેવડ પર આધારિત હતી. આ કૌભાંડમાં પ્રમુખ રોકાણ ફર્મ એચપીએસ ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ અને વૈશ્વિક એસેટ મેનેજમેન્ટ દિગ્ગજ મ્ઙ્મટ્ઠષ્ઠાઇર્ષ્ઠા ના સમર્થિત ફંડ પણ સામેલ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ઓગસ્ટ ૨૦૨૪માં લેણદારોએ કેસ દાખલ કર્યો જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે બ્રહ્મભટ્ટે બનાવટી ગ્રાહક ખાતું તથા આવક બતાવીને અમેરિકન ધિરાણદારો પાસેથી મોટા પાયે કરજ મેળવ્યું હતું. એચપીએસએ સપ્ટેમ્બર ૨૦૨૦માં બ્રહ્મભટ્ટની એક કંપનીને કરજ આપવાનું શરૂ કર્યું હતું અને આ રકમ વધીને ધીરે ધીરે ૨૦૨૧ની શરૂઆત સુધીમાં ૩૮૫ મિલિયન ડોલર અને ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં ૪૩૦ મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ. આ કરજનો લગભગ અડધો હિસ્સો બેંક દ્વારા ફંડિંગ કરાયો હતો. હવે તેમની કંપનીઓએ નાદારી સંરક્ષણ હેઠળ કોર્ટમાં અરજી કરી છે. જે અમેરિકી કાયદા હેઠળ કંપનીઓને ફરી ઊભા થવાની તક આપે છે. આ દિવસે બ્રહ્મભટ્ટે અંગત નાદારીની પણ અરજી દાખલ કરી હતી. રિપોર્ટ મુજબ જ્યારે પત્રકાર ન્યૂયોર્કના ગાર્ડન સિટી સ્થિત તેમની ઓફિસ પહોંચ્યા તો ત્યાં તાળું લટકતું હતું અને પાડોશીઓએ જણાવ્યું કે તેઓ અનેક અઠવાડિયાઓથી જાવા મળ્યા નથી. તપાસ સાથે જાડાયેલા સૂત્રો મુજબ એવી શક્્યતા છે કે બ્રહ્મભટ્ટ અમેરિકા છોડીને ભારત આવી ગયા હોય. તેમના વકીલે જાકે તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યાં છે. અત્રે જણાવવાનું બંકિમ ભટ્ટ મૂળ ગુજરાતના ગાંધીનગરના છે. તેમનો જનમ ગાંધીનગરમાં થયો હતો તથા બંકાઈ જૂથના સંસ્થાપક છે. ત્રણ દાયકાથી ટેલિકોમ ક્ષેત્રે સક્રિય છે.










































