આજે દેવભૂમી દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખંભાળિયા ખાતે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાન ના સર્વેના વિરોધમાં કિસાન આક્રોશ સભા, મશાલ રેલી અને ત્યારબાદ સરકારની મરેલી આત્માને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ગુજરાતની સાથેસાથે દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદનો માર ખેડૂતોએ સહન કરવાનો આવ્યો છે દ્વારકા જિલ્લામાં સૌથી વધારે મગફળી પાકનું વાવેતર છે ને ખેડૂતોની મગફળી ખેતરમાં પાથરા સ્વરૂપે કે ભર સ્વરૂપે હતી ત્યારે જ કમોસમી વરસાદ ખાબક્્યો ને ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે ત્યારે આ નુકશાનની સમીક્ષા કર્યા બાદ સરકારના મંત્રીઓ, ભાજપના ધારાસભ્યો, સાંસદશ્રીઓ, જીલ્લા પ્રમુખો બધાએ સ્થળ મુલાકાત બાદ જાહેર માધ્યમોની સામે સ્વીકાર્યું પણ છે કે “”ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે તેમ છતાં સરકાર સર્વે કરવાના નાટકો કરી રહી છે.જ્યારે કૃષિમંત્રી ખુદ સ્થળ મુલાકાત કરીને કહેતા હોય કે ૧.૫ થી ૧૫ ઇંચ સાર્વત્રિક વરસાદ થયો છે તો પછી સરકારે સર્વેના નાટક બંધ કરી ખેડૂતોનું દેવું માફ કરી દેવું જાઈએ. પરંતુ સરકાર જાણે ખેડૂતોને કંઈ જ આપવા માંગતી ન હોય તેવી રીતે સર્વેના આદેશ કર્યા છે ત્યારે તેના વિરોધમાં આજે ખંભાળિયામાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની ખેડૂતો માટે આત્મા જ મરી ગઈ છે તો તો સરકારની મરેલી આત્મામાં જ્યોત પ્રજ્વલિત કરવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ બાબા સાહેબ આંબેડકર જી ના બાવલા પાસે સરકારની મરેલી આત્માને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં ખેડૂતોએ માથે ઓઢી મરણ પોક મૂકી સરકારને શ્રદ્ધાંજલી આપી અનોખો વિરોધ નોંધાવ્યો હતોઆ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાભરના ખેડૂતો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.










































