બાબરા તાલુકાના સુખપર ગામના વતની અને આહીર સમાજના અગ્રણી રણમલભાઈ જેઠશુરભાઈ કોઠીવાળની અમરેલી જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
લાંબા સમયથી ભાજપ સંગઠનમાં સક્રિય રહી સેવાભાવથી કાર્ય કરતા રણમલભાઈને મહત્વની જવાબદારી સોંપાઈ છે. તેમની નિમણૂકને બાબરા તાલુકા, આહીર સમાજ, ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને વિવિધ ક્ષેત્રના લોકોએ આવકારી અભિનંદન પાઠવ્યા છે.






































