મહારાષ્ટ્રથી આઘાતજનક સમાચાર. અહિલ્યાનગરના કર્જતના જલાલપુરની રહેવાસી અંકિતા સાંગલેએ રવિવારે આત્મહત્યા કરી હતી. અંકિતાએ દ્ગઈઈ્‌ ની ફરીથી પરીક્ષામાં ૧૬૬ ગુણ મેળવ્યા હતા. આ ઘટનાએ વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. કર્જત પોલીસે આત્મહત્યાનો કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે. આ માહિતી મહારાષ્ટÙ પોલીસે પોતે આપી છે.કર્જત, અહિલ્યાનગરમાં એક વિદ્યાર્થીનીએ નીટ પરીક્ષામાં ઓછા માર્ક્‌સ મેળવ્યા બાદ આત્મહત્યા કરી લીધી. તેણીએ પોતાની સુસાઇડ નોટમાં નીટનો ઉલ્લેખ કર્યો હતો. અંકિતા સાંગલેએ પોતાના ઘરમાં ફાંસી લગાવી લીધી હતી.તેના પરિવારનું કહેવું છે કે નીટ પરીક્ષામાં ઓછા માર્ક્‌સ આવવાના કારણે તેણે આ પગલું ભર્યું હતું. અંકિતાએ નીટ પરીક્ષામાં ૧૬૬ માર્ક્‌સ મેળવ્યા હતા.તેના પરિવારનું કહેવું છે કે અંકિતાને અપેક્ષા મુજબ સારા માર્ક્‌સ મળ્યા ન હતા અને માનસિક તણાવને કારણે તેણે રવિવારે સાંજે ૪ઃ૩૦ વાગ્યે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
અંકિતાને અભ્યાસ માટે એક અલગ રૂમ આપવામાં આવ્યો હતો અને તે ત્યાં અભ્યાસ કરી રહી હતી. જ્યારે તેણીને લાંબા સમય સુધી કોઈ અવાજ કે હલનચલન સંભળાઈ નહીં, ત્યારે તેના પરિવારે દરવાજા ખોલ્યો અને જાયું કે અંકિતાએ ફાંસી લગાવી લીધી છે.પોલીસ વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી. અન્ના સાંગલેની માહિતીના આધારે, પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે.પરિવારનો દાવો છે કે નીટ પરીક્ષામાં ઓછા માર્ક્‌સ આવ્યા બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે.સાંસદ નિલેશ લંકે જલાલપુરની વિદ્યાર્થીની અંકિતા સાંગલેના ઘરે ગયા હતા, જેણે નીટ પરીક્ષામાં ઓછા માર્ક્‌સ મેળવ્યા બાદ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ દરમિયાન, લંકેએ અંકિતાના મૃત્યુ માટે સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે માંગ કરી છે કે અંકિતાના મૃત્યુ માટે જવાબદાર અને નીટ પેપર લીકમાં સામેલ લોકો સામે ગુનાહિત હત્યાનો કેસ દાખલ કરવામાં આવે.નોંધનીય છે કે પેપર લીક પહેલા યોજાયેલી પરીક્ષામાં તેણીએ સારો સ્કોર મેળવ્યો હતો. હવે, લંકેએ આ મામલે કાર્યવાહીની માંગ કરી છે. મે ૨૦૨૬ માં, સમાચાર આવ્યા હતા કે નીટની તૈયારી કરી રહેલી એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. તેના પિતાએ જણાવ્યું હતું કે પરીક્ષા રદ થયા બાદથી તે હતાશ હતી.