અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓ અને વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. ૦૧/૦૮/૨૦૨૬ ના રોજ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી અર્થે અમરેલી જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી બાલવાટિકા અને પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને તમામ શાળાના આચાર્યોને વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી રજા અંગેની માહિતી સમયસર પહોંચાડવા જણાવાયું છે. સાથે જ તમામ શિક્ષકોને હેડક્વાર્ટર ખાતે હાજર રહી સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.