અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ શીતલ કુલ પ્રોડક્ટસ લિ. અમરેલી માટે ૧૮ થી ૭૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ ઉમેદવારો પાસે હેવી લાયસન્સ તેમજ વાંચતા લખતા આવડવું જોઈએ, તેમજ ધોરણ ૧૨ થી સ્નાતક સુધીની (૦૧ થી ૦૨ વર્ષનો અનુભવ) શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી ભરતી મેળાનું તા.૦૨.૦૯.૨૦૨૫ના રોજ સવારે ૦૯ વાગ્યે અમરેલીમાં શીતલ કુલ પ્રોડક્ટસ લિમિટેડ, પ્લોટ નં. ૭૫ થી ૮૧, જી.આઈ.ડી.સી એસ્ટેટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર તરીકે રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી કરવાની રહેશે.