અમરેલી ખાતે શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૭મા સમૂહ લગ્નોત્સવની ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તા. ૧લી ફેબ્રુઆરીને રવિવારના રોજ અમરેલી ખાતે યોજાનાર સમૂહલગ્નની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે પ્રમુખ ડી.કે. રૈયાણીના માર્ગદર્શન નીચે સ્વયંસેવકોની મિટિંગોના દોર પણ શરૂ થઈ ગયા છે. જેમાં ખોડલધામ પાર્ટી પ્લોટ ખાતે પટેલ સમાજના આગેવાનો અને સ્વયંસેવકોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જુદી-જુદી કમિટીઓને કામગીરી સોંપી આયોજનને ભવ્ય બનાવવા માટે ડી.કે. રૈયાણી, કાળુભાઈ ભંડેરી, કાંતિભાઈ વઘાસીયા, રાજેશભાઈ માંગરોળીયા, સુરેશભાઈ દેસાઈ, દિનેશભાઈ ભુવા, જયસુખભાઈ દેસાઈ, ડો. ચંદ્રેશભાઈ ખુટ, સંજયભાઈ રામાણી, રમેશભાઈ કાથરોટિયાએ માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. આ તકે લાલજીભાઈ દેસાઈ, કાળુભાઈ કાછડીયા, નિલેશભાઈ દેસાઈ, વરૂણભાઇ પટેલ, ધવલભાઇ કાબરીયા, વર્ષિલભાઇ મોવલીયા, ભરતભાઈ કાબરીયા, જયસુખભાઈ સોરઠીયા, દુલાભાઈ દેસાઈ, દેવચંદભાઈ સાવલિયા, ચંદુભાઈ રામાણી, રાજુભાઈ ઝાલાવાડીયા, ગણપતભાઈ સેંજલીયા, મેહુલભાઈ બાબરીયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહયા હતા.કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ બાવીશી અને નિલેશભાઈ મુલાણીએ કર્યું હતું.