દિવાળીનો તહેવાર નજીક આવતાં જ અમરેલીમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી રહ્યા છે, જેને લઈ ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે. લોકો આડેધડ પાર્કિંગ કરતાં હોવાથી આ સમસ્યા વકરી છે. આ દરમિયાન અમરેલી જિલ્લા ટ્રાફિક શાખાએ નાગનાથ રોડ તરફથી સેન્ટર પોઇન્ટ તરફ જતાં અતિભારે વાહનો જેવા કે છ કે તેથી વધુ વ્હીલ વાળા બસ, ટ્રક જેવા તમામ ભારે વાહનોનો અમરેલી શહેરમાં પ્રવેશ અને અવરજવર તેમજ જાહેર માર્ગો ઉપર અડચણરૂપ પાર્ક કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરી હતી. લીલીયા સનાળીયા ફાટક પાસેથી એક પુરુષ ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ટુ વ્હીલ ઉભી રાખતાં પકડાયો હતો. દામનગરના હજીરાધાર ગામના સ્મશાન પાસે જાહેર રોડ પર એક ટ્રક ડ્રાઈવર ગફલતભરી રીતે અને બેફિકરાઇથી માણસોની જિંદગી જોખમાય તે રીતે ચલાવતાં મળી આવ્યો હતો.