અમરેલી સિટીમાં ઈદે મિલાદના જુલુસમાં ધક્કામુક્કી મુદ્દે યુવક સાથે માથાકૂટ થઈ હતી. જેને લઈ જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે મહેબુબ અનવરશાહ રફાઈ (ઉ.વ.૨૯)એ અમનભાઈ, અનુ,નાનભાઈ અને ફરદીન સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ભાઈ રમઝાનના દીકરા નીઝામને અમનભાઈ સાથે ઈદે મિલાદના જુલુશમાં ધક્કમુક્કીમા માથાકૂટ થઈ હતી. જેનું મનદુખ રાખી સમાધાન કરવા બાબતે તેમને બોલાવીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ મુંઢ માર મારીને જાનથી મારવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ ડી વી સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.