અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત કે.પી. ધોળકીયા ઈનફોટેક મહિલા કોલેજ, બી.બી.એ. મહિલા કોલેજ તેમજ કાબરીયા આર્ટસ, વઘાસિયા કોમર્સ અને ભગત સાયન્સ મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી. આ આયોજનમાં ૧૦૦ મીટરથી લઈને ૫૦૦૦ મીટર દોડ, રિલે દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક અને ચક્ર ફેંક સહિતની વિવિધ રમતોનો સમાવેશ કરાયો હતો, જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લઈ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.






































